375

From Bhajan Sangrah
Revision as of 18:35, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૭૫ - આકાશમાં થતો આનંદ == {| |+૩૭૫ - આકાશમાં થતો આનંદ |- |૧ |સ્વર્ગી ઘંત વગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૭૫ - આકાશમાં થતો આનંદ

૩૭૫ - આકાશમાં થતો આનંદ
સ્વર્ગી ઘંત વગાડો ! આનંદ બહુ છે આજ!
ભટકેલ કેરો થયો છે મિલાપ !
ભટકી, થાકી, પુત્ર ઘેર આવે છે આજ !
તેને ભેટવા જાય માયાળુ બાપ.
ટેક: જય ! જય ! જુઓ દૂતો કેવા ગાય !
જય ! જય ! સુણો, વીણા નાદ સંભળાય !
મુક્તિ પામેલ આ સેન સાગર સમ મહાન,
ઉદ્વાર-ગીતથી ગજવતું આસમાન!
સ્વર્ગી ઘંત વગાડો ! આનંદ બહુ છે આજ !
ભટકેલ પુત્ર પામ્યો સમાધાન;
ગયું મારું સંકટ, ગયું નરક રાજ-
પ્રભુ ઈસુ મારો છે પ્રમાણ.
સ્વર્ગી ઘંટ વગાડો ! પીરસો આજ જમણ-
ભૂખ્યાં, તરસ્યાં, નબળાંને આણી !
આત્મિક અન્ન પામીને તૃપ્ત થાય હર જણ,
જગતને ગણીએ ધૂળધાણી.