374

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૭૪ - આનંદના કારણો

૩૭૪ - આનંદના કારણો
ટેક: આનંદ ઉર છે રે મુજને મળિયો તારણહાર;
મારા નાથની રે કરુણા થઈ છે અપરંપાર.
ભવસાગરમાં રે મારું નાવ થયો તે નાથ;
દીઠો દૂબતો રે પ્રભુએ ઝાલ્યો માારો હાથ.
આનંદ.
પાપ નિવારિયાં રે પ્રભુએ મુજ પર આણી રે'મ;
જીવન આપિયું રે પ્રભુએ મુજ પર રાખી પ્રેમ
આનંદ.
દેવ દયાળુએ રે મુજને કરિયો તેનો બાળ;
રાખે પ્રેમથી રે એ તો નિત મારી સંભાળ.
આનંદ.
પ્રભુએ આપિયો રે મુજને આદિતનો શુભ વાર;
સેવાભક્તિના રે આપ્યા ધારા રાખી પ્યાર.
આનંદ.
ગ્રંથ દીધો મને રે તે તો મુજ અજવાળા માટ;
થઈને ભોમિયો રે એ તો દેખાડે છે વાટ.
આનંદ
સ્વર્ગી વાટમાં રે મારો કેવો રૂડો સાથ;
પ્રીતિ દોરશે રે મુજને હેતે મારો નાથ.
આનંદ.
અંતે આપશે રે મુજને સ્વર્ગભુવનમાં વાસ;
સ્વર્ગી ધામમાં રે ઈસુ મારો છે ઉલ્લાસ.
આનંદ.


Phonetic English

374 - Aanandana Kaarano
Tek: Anand ur chhe re mujane maliyo taaranahaar;
Maara naathani re karuna thai chhe aparanpaar.
1 Bhavasagarmaa re maaru naav thayo te naath;
Deetho doobato re prabhauye jhaalyo maaro haath.
Anand.
2 Paap nivaariyaa re prabhauye muj par aani re'm;
Jeevan aapiyu re prabhauye muj par raakhi prem
Anand.
3 Dev dayaaluye re mujane kariyo teno baal;
Raakhe premathi re e to nit maari sambhaal.
Anand.
4 Prabhauye aapiyo re mujane aaditano shubh vaar;
Sevaabhaktina re aapya dhaara raakhi pyaar.
Anand.
5 Granth deedho mane re te to muj ajavaala maat;
Thaeene bhomiyo re e to dekhaade chhe vaat.
Anand
6 Svargi vaatamaa re maaro kevo rudo saath;
Preeti dorashe re mujane hete maaro naath.
Anand.
7 Ante aapashe re mujane swargbhuvanmaa vaas;
Svargi dhaamamaa re Isu maaro chhe ullaas.
Anand.

Image

Image

Media - Traditional Tune


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati