374

From Bhajan Sangrah
Revision as of 18:33, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૭૪ - આનંદના કારણો == {| |+૩૭૪ - આનંદના કારણો |- |ટેક: |આનંદ ઉર છે રે મુજને ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૭૪ - આનંદના કારણો

૩૭૪ - આનંદના કારણો
ટેક: આનંદ ઉર છે રે મુજને મળિયો તારણહાર;
મારા નાથની રે કરુણા થઈ છે અપરંપાર.
ભવસાગરમાં રે મારું નાવ થયો તે નાથ;
દીઠો દૂબતો રે પ્રભુએ ઝાલ્યો માારો હાથ.
આનંદ.
પાપ નિવારિયાં રે પ્રભુએ મુજ પર આણી રે'મ;
જીવન આપિયું રે પ્રભુએ મુજ પર રાખી પ્રેમ
આનંદ.
દેવ દયાળુએ રે મુજને કરિયો તેનો બાળ;
રાખે પ્રેમથી રે એ તો નિત મારી સંભાળ.
આનંદ.
પ્રભુએ આપિયો રે મુજને આદિતનો શુભ વાર;
સેવાભક્તિના રે આપ્યા ધારા રાખી પ્યાર.
આનંદ.
ગ્રંથ દીધો મને રે તે તો મુજ અજવાળા માટ;
થઈને ભોમિયો રે એ તો દેખાડે છે વાટ.
આનંદ
સ્વર્ગી વાટમાં રે મારો કેવો રૂડો સાથ;
પ્રીતિ દોરશે રે મુજને હેતે મારો નાથ.
આનંદ.
અંતે આપશે રે મુજને સ્વર્ગભુવનમાં વાસ;
સ્વર્ગી ધામમાં રે ઈસુ મારો છે ઉલ્લાસ.
આનંદ.