372

From Bhajan Sangrah
Revision as of 18:29, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૭૨ - ખ્રિસ્તની શાંતિ == {| |+૩૭૨ - ખ્રિસ્તની શાંતિ |- |૧ |શાંત થયું મન ખ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૭૨ - ખ્રિસ્તની શાંતિ

૩૭૨ - ખ્રિસ્તની શાંતિ
શાંત થયું મન ખ્રિસ્ત થકી, શુભ ત્રાણ થયું;
બીક મટી શયતાન તણી, મુજ પાપ ગયું.
જે દિનથી પ્રભુ દેવ તણી સત વાત મળી,
તે સત વાત તણા બળથી મુજ ભ્રાંત ટળી.
દુષ્ટ વિચાર ગયા મનથી સહુ ખ્રિસ્ત થકી;
શુદ્ધ વિચાર થયા મનમાં પ્રભુથી જ નક્કી.
દાસ અરો, પ્રભુ દેવ, મને સત બોધ દઈ,
જીવનના મુજ દિવસમાં પ્રભુ પાસ રહી.
દાસ કને, પ્રભુ, આપ હશો, શયતાન - હઠે;
માટ સદા, પ્રભુ, પાસ રહો વીર શુદ્ધ પઠે.
દાસ કને, પ્રભુ આપ હશો, રજ બીક નથી;
કારણ કે જગ વિશ્વ તણા, પ્રભુ, આપ પતિ.