371

From Bhajan Sangrah
Revision as of 18:16, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૭૧ - સંપૂર્ણ શાંતિ == {| |+૩૭૧ - સંપૂર્ણ શાંતિ |- |૧ |શાંત, પૂરી શાંત ? આ પા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૭૧ - સંપૂર્ણ શાંતિ

૩૭૧ - સંપૂર્ણ શાંતિ
શાંત, પૂરી શાંત ? આ પાપી પૃથ્વી માંય?
ઈસુના લોહી વડે શાંતિ થાય.
શાંત, પૂરી શાંત ? રે ઝાઝાં દીસે કામ ?
ખ્રિસ્તેચ્છા કર્યાથી મળે આરામ.
શાંત, પૂરી શાંત ? દુ:ખોના સાગર માંય?
ઈસુને કોળે નથી ચિંતા કાંય.
શાંત, પૂરી શાંત? છે વહાલાં આઘાં બહુ?
ઈસુને હાથે છીએ કુશળ સહુ.
શાંત, પૂરી શાંત ? ભવિષ્યના અજાણ?
રાજ્યાસને ઈસુ છે બિરાજમાન.
શાંત, પૂરી શાંત ? ઘેરે છે મૃત્યુભય ?
ઈસુને મૃત્યુ ઉપર કીધો જય.
હવે થયું, જગસંકટ બંધ પડશે;
ખ્રિસ્ત સ્વર્ગની પૂરી શાંતિમાં લેશે.