370

Revision as of 18:13, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૭૦ - જે દિનથી ખ્રિસ્ત આવ્યો == {| |+૩૭૦ - જે દિનથી ખ્રિસ્ત આવ્યો |- |૧ |બદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૭૦ - જે દિનથી ખ્રિસ્ત આવ્યો

૩૭૦ - જે દિનથી ખ્રિસ્ત આવ્યો
બદલાણ જિંદગીમાં કેવું અજબ થયું !
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો;
બહુ વારથી શોધતો'તો આવ્યું તે અજવાળું,
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
ટેક: જે દિનથી ખ્રિસ્ત ઈસુ આવ્યો,
મુજ મનમાં નિત રહેવા આવ્યો;
આનંદ બહુ મન મારે રેલ જેવો વહેતો છે,
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
ભટકવું બંધ થયું, મેળાપ છે પ્રભુ સાથ,
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો;
અગણિત પાપ મારાં માફ થયાં, ધન્ય વાત,
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
હવે મોત કેરી ખીણ મારે થઈ પ્રકાશરૂપ,
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
સ્વર્ગની ભાગળ દેખાય, જ્યાં રહે છે ધન્ય ભૂપ,
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
ત્યાં રહેવા જઈશ હું, વિશ્વાસથી જાણું છું,
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.
આનંદ કરતાં ચાલું, સાથે રોજ છે પ્રભુ,
જે દિનથી ખ્રિસ્ત રહેવા આવ્યો.