369

From Bhajan Sangrah
Revision as of 18:06, 3 August 2013 by 117.203.84.110 (talk) (Created page with "== ૩૬૯ - ધન્યતા == {| |+૩૬૯ - ધન્યતા |- |૧ |ઈશ્વરે હ્યાં આણ્યાં છે, જગતમાંથી ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૬૯ - ધન્યતા

૩૬૯ - ધન્યતા
ઈશ્વરે હ્યાં આણ્યાં છે, જગતમાંથી કાઢયાં છે,
ભૂંડાઈથી દૂર કર્યાં.
ટેક: રે આપણને ધન્ય, ધન્ય, ધન્ય, ધન્ય;

રે આપણને ધન્ય, ઈશ્વરે હ્યાં આણ્યાં છે.

જગતનો કંકાશ ને ફ્લેશ, અદેખાઈ અને દ્વેષ,
સહુ નિવારણ થયાં. રે.
ચોરી, ખૂન, કુકર્મ મટ્યું, ને દુર્ભાષણ પણ ગયું,
સદાચરણ મળ્યું. રે.
હ્યાં, તો સ્તુતિ નિત્ય થાય, પ્રભુ કેરું, નામ મનાય,
પ્રભુનો વાર પળાય. રે.
કુશળતા સુખ, શાંતિએ, આનંદ અને પ્રેમે,
એ સુખમાં જીવીએ. રે.
માતાપિતા, ભાઈબહેનો, મિત્ર ને સગાંસ્નેહીઓ,
એ મેળાપ છે હિયાં. રે.
જો તારનારને ઓળખીએ, તેની આશા રાખીએ,
તો આકાશે જઈએ. રે.
સ્વર્ગમાં નથી પાપ કે દુ:ખ, ત્યાં સદા આનંદ ને સુખ,
સહુ આંસુ જાય અચૂક. રે.