365

From Bhajan Sangrah
Revision as of 09:12, 16 August 2016 by LerrysonChristy (talk | contribs)
Jump to navigation Jump to search

૩૬૫ - આનંદ આપાર

૩૬૫ - આનંદ આપાર
આનંદ છે આજ મહા! આનંદ અપાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર
અજબ છે પ્યાર અને અજબ ઉદ્ધાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર.
આનંદ
ઈસુની પ્રીતિનો કરજો વિચાર, દેવ છતાં લીધો માનવ અવતાર;
મુખડાં મલકાવો ને માનો આભાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર.
આનંદ
સારી આ દુનિયાના પાલનહાર, દીન અનાથના એક આધાર,
શત્રુ શેતાનનો કરવા સંહાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર,
આનંદ
આવો થાકેલાં ને દુ:ખી નરનાર, વાટ જુએ વહાલો તારણહાર;
પામી લો જીવનમાં પૂરો આરામ, આવ્યા સંસારમાં ઈસુ તારનાર.
આનંદ

Phonetic English

365 - Anand Aapaar
1 Anand chhe aaj maha! Anand apaar, aavya sansaaramaan Isu taaranaar
Ajab chhe pyaar ane ajab uddhaar, aavya sansaaramaan Isu taaranaar.
Anand
2 Isuni preetino karajo vichaar, dev chhataan leedho maanav avataar;
Mukhadaan malakaavo ne maano aabhaar, aavya sansaaramaan Isu taaranaar.
Anand
3 Saari aa duniyaana paalanahaar, deen anaathana ek aadhaar,
Shatru shetaanano karava sanhaar, aavya sansaaramaan Isu taaranaar,
Anand
4 Aavo thaakelaan ne dukhi naranaar, vaat jauye vahaalo taaranahaar;
Paami lo jeevanamaan pooro aaraam, aavya sansaaramaan Isu taaranaar.
Anand

Image

Media - Traditional Tune


Media - Composition By : Late Mr. Manu Bhai Rathod