365

From Bhajan Sangrah
Revision as of 17:56, 3 August 2013 by 117.203.84.110 (talk) (Created page with "== ૩૬૫ - આનંદ આપાર == {| |+૩૬૫ - આનંદ આપાર |- |૧ |આનંદ છે આજ મહા! આનંદ અપાર, આવ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૬૫ - આનંદ આપાર

૩૬૫ - આનંદ આપાર
આનંદ છે આજ મહા! આનંદ અપાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર
અજબ છે પ્યાર અને અજબ ઉદ્ધાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર.
આનંદ
ઈસુની પ્રીતિનો કરજો વિચાર, દેવ છતાં લીધો માનવ અવતાર;
મુખડાં મલકાવો ને માનો આભાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર.
આનંદ
સારી આ દુનિયાના પાલનહાર, દીન અનાથના એક આધાર,
શત્રુ શેતાનનો કરવા સંહાર, આવ્યા સંસારમાં ઈસુ તારનાર,
આનંદ
આવો થાકેલાં ને દુ:ખી નરનાર, વાટ જુએ વહાલો તારણહાર;
પામી લો જીવનમાં પૂરો આરામ, આવ્યા સંસારમાં ઈસુ તારનાર.
આનંદ