364

Revision as of 07:52, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૬૪ - હર્ષ થાય છે == {| |+૩૬૪ - હર્ષ થાય છે |- |૧ |હર્ષ થાય છે, મને બહુ હર્ષ થ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૬૪ - હર્ષ થાય છે

૩૬૪ - હર્ષ થાય છે
હર્ષ થાય છે, મને બહુ હર્ષ થાય છે,
મારા ઉરને ઈસુ થકી હર્ષ થાય છે.
ઈસુ તારે છે, મને તો ઈસુ તારે છે,
તેથી મારા જીવ મહીં હર્ષ થાય છે.
પ્રેમ બતાવે છે, ઈસુ બહુ પ્રેમ બતાવે છે,
નાનાં મોટાં સૌને પ્રીતિથી બોલાવે છે.
પ્રિય લાગે છે, ઈસુ બહુ પ્રિય લાગે છે,
તન, મન, ધન તેના તરફ ભાગે છે.