363

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૩૬૩ - મુજ દેવ પાસે

૩૬૩ - મુજ દેવ પાસે
મુજ દેવ, તારી પાસે, તારી પાસે,
જો સ્તંભરૂપ હોય શિક્ષા, લે તુજ પાસે,
તોપણ મુજ ગીત થાશે, મુજ દેવ, તારી પાસે,
તારી પાસે !
હોઉં ભટકનાર જેવો, હોય નમ્યો ભાણ
અંધારું હોય મુજ પર, હોય આશ્રામ પા'ણ,
પણ સ્વપ્નમાં ભાસે, મુજ દેવ, તારી પાસે,
તારી પાસે !
ત્યાં સીડી દીસવા દે દોરતી આસમાન,
તું મને દે છે તે છે સૌ તુજ દાન;
દૂતો તેડી જાસે, મુજ દેવ, તારી પાસે !
તારી પાસે !
જાગતાં મુજ વિચારો, માનથી ભરેલ,
મુજ કઠણ દુ:ખમાંથી સ્થાપીશ બેથેલ,
તોપણ મુજ દુ:ખ વાસે, મુજ દેવ, તારી પાસે !
તારી પાસે !
અથવા ખુશમય પાંખે સ્વર્ગમાર્ગ ધરું,
ભાણ, ચંદ, તારા વટી ઊંચ વાસ કરું,
પણ મુજ ગીત તો થાશે, મુજ દેવ, તારી પાસે !
તારી પાસે !