361

From Bhajan Sangrah
Revision as of 07:46, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૬૧ - જગતનું સુખ વીતી જાય છે == {| |+૩૬૧ - જગતનું સુખ વીતી જાય છે |- |૧ |સુખ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૬૧ - જગતનું સુખ વીતી જાય છે

૩૬૧ - જગતનું સુખ વીતી જાય છે
સુખ જગનું વીતી જાઓ, ખ્રિસ્ત છે મારો !
પ્રેમબંધન તૂટી જાઓ, ખ્રિસ્ત છે મારો !
અંધારું છે આ રાન, જગમાં નથી વિશ્રામ;
ખ્રિસ્ત આપે છે આરામ; ખ્રિસ્ત છે મારો !
મને ના લલચાવો; ખ્રિસ્ત છે મારો !
ખ્રિસ્તમાં હું સદા રહું, ખ્રિસ્ત છે મારો !
જગનું સૌ છે ક્ષણિક, ટકનાર છે લગારેક;
તે જાય મનમાંથી છેક ! ખ્રિસ્ત છે મારો !
જાઓ રાતનાં સ્વપ્ર, ખ્રિસ્ત છે મારો !
મળ્યું છે સત રત્ન, ખ્રિસ્ત છે મારો !
જગને મેં અજમાવ્યું, તોય મન અશાંત રહ્યું;
ઈસુએ તૃપ્ત કીધું, ખ્રિસ્ત છે મારો !
મોતને કરું વિદાય, ખ્રિસ્ત છે મારો !
હોજો સૌ કાળનો જય, ખ્રિસ્ત છે મારો !
મળજો તે સુંદર દેશ, જ્યાં શાંતિ છે હમેશ;
થજો આનંદ વિશેષ ! ખ્રિસ્ત છે મારો !