36

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૬ - રાતની પ્રાર્થના

૩૬ - રાતની પ્રાર્થના
વિક્રાંત
કર્તા : એમ. ઝેડ. ઠાકોર.
હે પ્રભુજી, મુજ પ્રાર્થ સુણો, 'મુજને તમ દોરો.'
માર્ગ ઘણો ભયકારક છે 'મુજને તમ દોરો;'
આવે છે રજની ધસતી, મુજ છે ઘર આઘે,
દિવ્ય મશાલ દયા જ થકી, ધરજો મુજ માર્ગે.

ચોગમ નીરખતાં વન તો બહુ વિકટ ભાસે,
ઓથ નથી, સહવાસ નથી, પ્રભુ, રહો મુજ પાસે;
છે મુજ પાય શ્રમિત ઘણા બળહીન જણાએ,
વાદળ ઘોર છવાય નભે અકળામણ થાએ.

માટે, પ્રેમળ પાંખ તળે મુજને તમ ઢાંકો,
જોખમ જીવતણાં સઘળાં મુજથી દૂર રાખો;
મોહ અને ગર્વથી મનડું હરખ્યું સહુ વાતે,
તોપણ એ સર્વ માફ કરી, પ્રભુ, રહો મુજ સાથે.

નિશા અંધારી, પણ તે તમને નવ ઢાંકે,
ભોર થતાં લગ નીરખજો કરુણામય આંખે;
ત્યારે, હું કરમાં પ્રભુના ઊંઘીશ નિરાંતે,
ને સ્તવનો ગાતાં હર્ષથી જાગીશ પ્રભાતે.

Phonetic English

36 - Raatni Praarthana
Vikraant
Kartaa : M. Z. Thakor.
1 He prabhuji, muj praarth suno, 'mujne tam doro.'
Maarg ghano bhaykaarak che 'mujne tam doro.'
Aave che rajani dhasati, muj che ghar aaghe,
Divya mashaal daya j thaki, dharjo muj maarge.
2 Chogam nirakhata van to bahu vikat bhaase,
Oth nathi, sahavaas nathi, prabhu, raho muj paase;
Che muj paay shramit ghana balhin janae,
Vaadal ghor chavaay nabhe akalaaman thae.
3 Maate, premal paankh tale mujne tam dhanko,
Jokham jeevatana saghala mujthi dur raako;
Moh ane garvthi manadu harakhayu sahu vaate,
Topan ae sarv maaf kari, prabhu, raho muj saathe.
4 Nisha andhaari, pan te tamne nav dhanke,
Bhor thata lag nirakhajo karunaamay aankhe;
Tyaare, hu karma prabhuna unghish niraante,
Ne stavano gaata harshthi jaagish prabhaate.

Image

Media - Vikrant Chand


Media - Composition By : Late Mr. ManuBhai Rathod