૩૫૯ - આશિષની વૃષ્ટિ

૩૫૯ - આશિષની વૃષ્ટિ
૧ " આશિષની વૃષ્ટિ થશે," વચન પ્રભુનું છે ખાસ;
આનંદી વેળા આવશે, ત્રાતાથી અમો પાસ.
ટેક: વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર:
છાંટાથી તૃપ્તિ નહિ થશે, દે અમને વૃષ્ટિ ભરપૂર.
૨ " આશિષની વૃષ્ટિ થશે," થવા સજીવન કાજ;
સહુ જગ્યાઓ ભીંજી જશે, થશે વૃષ્ટિનો અવાજ.
૩ " આશિષની વૃષ્ટિ થશે," આવે અમારા પર;
જેથી સુકાપણું જશે, વચન આ પૂરું કર.
આશિષની વૃષ્ટિ આવે, અમારા પર અતુલ,
જ્યારે તને નમી ભાવે કરીએ પાપો કબૂલ.

Phonetic English

359 - Aashishani Vrushti
1 "Aashishani vrushti thashe," vachan prabhunu chhe khaas;
Aanandi vela aavashe, traataathi amo paas.
Tek: Vrushti thashe, eni chhe bahu jaroor:
Chhaantaathi trupti nahi thashe, de amane vrushti bharapoor.
2 "Aashishani vrushti thashe," thava sajeevan kaaj;
Sahu jagyaao bheenji jashe, thashe vrushtino avaaj.
3 "Aashishani vrushti thashe," aave amaara par;
Jethi sukaayanu jashe, vachan aa pooru kar.
4 Aashishani vrashti aave, amaara par atul,
Jyaare tane nami bhaave kareeye paapo kabool.

Image

 

Media - Hymn Tune : Showers Of Blessings


Media - Hymn Tune : Showers Of Blessings - Sung By C.Vanveer