355

From Bhajan Sangrah
Revision as of 07:34, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૫૫ - ખ્રિસ્તવિરહ == {| |+૩૫૫ - ખ્રિસ્તવિરહ |- |ટેક: |તને છોડીને, ખ્રિસ્ત, ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૫૫ - ખ્રિસ્તવિરહ

૩૫૫ - ખ્રિસ્તવિરહ
ટેક: તને છોડીને, ખ્રિસ્ત, હું જાઉં કહીં ? જાઉં કહી, પ્રભુ, જાઉં કહીં?
વિરહ રે તારો નરક ભયંકર, ભાસે પ્રલાયાનળ પેઠે.
પાપી પ્રકૃતિ તણો છું પ્રાણી, તુજ વિણ ભારે ભય લાગે.
રુદિયું તુજ વિણ ઊલટું થાયે, આ જગે સૂલટું કોણ કરે?
તુજ સંગત વિના તો મુજને, સ્વર્ગસુખ પણ નહિ જ ખપે.
વચનામૃત, પ્રભુ, તુજ પાસે છે, જીવનજળ પણ તું આપે.
ધર્મરવિ તું ક્ષણભર નહિ તો ઘોર ભયંકર જગ ભાસે.
નમન કરી કરગરીએ દાસો, રાખો ચરણે નિત પાસે.