344

From Bhajan Sangrah
Revision as of 04:09, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૪૪ - જીવનાર્પણ == {| |+૩૪૪ - જીવનાર્પણ |- |૧ |ઈશ, લે મજ જીવન ભેટ ધરું, ઝટ લે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૪૪ - જીવનાર્પણ

૩૪૪ - જીવનાર્પણ
ઈશ, લે મજ જીવન ભેટ ધરું, ઝટ લે, અભિલાષ હું એહ ધરું;
થઈને મુજ જીવન નાયાક તું, કરજે મુજ જીવન લાયક તું.
શિરને, ઉરને, મુખને, કરને, પ્રભુજી, અર્પું મુજ અંતરને;
મમ અંતર તો બગડી જ ગયું, તુજ વિના રખડી જ ગયું.
હસતાં રમતાં કંઈ પાપા કીધાં, કંઈ પાપ-પથે અન્યનેય લીધાં;
તનથી, મનથી, કળથી, છળથી, બહુ પાપ કીધાં ધનના બળથી.
નહિ લાયક છે મુજ આ મનડું, નહિ લાયક છે મુજ આ તનડું;
મુજ દેહ દઉં, મુજ પ્રાણ દઉં, લઈ લે તુજને શરણે જ સહુ.
થઈ શોધક તું ઝટ શોધ મને, થઈ તારક તું ભવ તાર મને;
થઈ પાળક તું બસ પાળ મને, થઈ બોધક દે કંઈ બોધ મને.
કર માફ, પ્રભુ, મુજ પાપ બધાં, કંઈ ગુપ્ત અને કંઈ હોય છતાં;
ઝટ થા મુજ પાપ નિવારક તું, થઈ શોધક, તારક, પાળક તું.