343

Revision as of 04:05, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૪૩ - સ્વાર્પણ == {| |+૩૪૩ - સ્વાર્પણ |- |ટેક: |અર્પું તુજને મુજ તન, મન, ધન, ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૪૩ - સ્વાર્પણ

૩૪૩ - સ્વાર્પણ
ટેક: અર્પું તુજને મુજ તન, મન, ધન, મુજ જીવન લે, મુજ જીવને લે.
દઉં હોમી, પ્રભુ, મુજ સર્વ તદ્દન, મુજ જીવન લે, મુજ જીવને લે.
તુજ સ્તંભ, પ્રભુ મુજ ખાંધ ધરું,
તવ સેવા તણા પથમાં સંચરું,
ડગ પાછું નહિ કો કાળે ભરું,
મુજ જીવન લે, મુજ જીવન લે.
બહુ સંકટ ને તોફાન નડે,
બહુ આપદાથી વધુ શૂર ચઢે,
ભલે શિર કદી ધરવું જ પડે,
મુજ જીવન લે, મુજ જીવન લે.
તવ રાજ્ય તણી ઝુંબેશ મહીં,
સદા સેવા મહીં ઝુકાવું સહી,
યાહોમ કરી પડું પાછો નહીં,
મુજ જીવન લે, મુજ જીવન લે.
જગ પાળક, તારક, સ્વામી મારા,
સહુ સોંપી દઉં મમ, પ્રભુ પ્યારા,
ધરું મસ્તક હું ચરણે તમારા,
મુજ જીવન લે, મુજ જીવન લે.