342

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૪૨ - તેં શું આપ્યું મને?

૩૪૨ - તેં શું આપ્યું મને?
પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વે'વાડી,
પાપથી છૂટો કીધો, શેતાન નીચો પાડી.
મુજ જીવ આપ્યો, આપ્યો તુજ માટ ! (૨)
તેં શું આપ્યું તુજ માટ ? (૨)
હું છોડી સૌ મહિમાય પૃથ્વી પર આવ્યો છું,
ગયો ગરીબી માંય, બહુ દુ:ખ ઉઠાવી હું.
એમ છોડયું, છોડયું મેં બધું ; (૨)
તેં મુજ માટ શું કીધું ? (૨)
અવર્ણ્ય જે દુ:ખો તે મેં બધાં સહ્યાં,
કે તું પામે સુખો, પાપ તારાં માફ થયાં.
એમ દુ:ખમાં, દુ:ખમાં મેં સહ્યું; (૨)
શું, મુજ માટ દુ:ખ સહ્યું ? (૨)
લાવ્યો છું તારણ-નાવ ને માફીરૂપ ઈનામ;
લાવ્યો તારો બચાવ ને શાંતિનો પેગામ.
એમ બધું, બધું હું લાવ્યો, (૨)
મુજ માટ તું શું લાવ્યો ? (૨)


Phonetic English

342 - Te Shu Aapyu Mane?
1 Praan me maaro didho, rakt didhu ve'vaadi,
Paapathi chhooto kidho, shetaan neecho paadi.
Muj jeev aapyo, aapyo tuj maat ! (2)
Te shu aapyu tuj maat ? (2)
2 Hu chhodi sau mahimaay pruthvi par aavyo chhu,
Gayo gareebi maany, bahu dukh uthaavi hu.
Em chhodayu, chhodayu me badhu ; (2)
Te muj maat shu keedhu ? (2)
3 Avarny je dukho te me badhaa sahyaa,
Ke tu paame sukho, paap taaraa maaph thayaa.
Em dukhamaa, dukhamaa me sahyu; (2)
Shu, muj maat dukh sahyu ? (2)
4 Laavyo chhu taaran-naav ne maapheeroop inaam;
Laavyo taaro bachaav ne shaantino pegaam.
Em badhu, badhu hu laavyo, (2)
Muj maat tu shu laavyo ? (2)

Image

Media - Hymn Tune : Kenosis


Media - Hymn Tune : Kenosis - Sung By C.Vanveer