341

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ

૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ
આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું;
અતપથની જે રૂડી રીતો અંતર લઈ તે સહુ સ્થાપું.
સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે;
સતપથ જીવન તુંમાં જાણી સેવ કરું હું મન સાજે.
ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું;
ઈસુ દેખી શીશ નમાવું, હર્ખે અર્પું તન મારું.
શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે;
સહન કરીને સહુનું સાંખું, પ્રભુ બાળક છું જગ ધારે.
સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું;
કે તે સાચો પૂર્ણ દયાળુ, હું પણ તેના ગુણ ભાખું.
દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી;
જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી.


Phonetic English

341 - Vishvaasyukt Tharaav
1 Aavo, Isu, jagnaa raja, bhaav karine man aapu;
Satapathani je rudi rito antar lai te sahu sthaapu.
2 Seva karta sandhu tyaagu, kashu na raakhu muj kaaje;
Satapath jeevan tumaa jaani sev karu hu man saaje.
3 Ghat bheetarathi khatapat taalu, seva saachi man dhaaru;
Isu dekhi sheesh namaavu, harkhe arpu tan maaru.
4 Shuddh bhakti aabhooshan jaani shaanti dharu bahu man maare;
Sahan karine sahunu saankhu, prabhu baalak chhu jag dhaare.
5 Sahu sange sat preme chaalu, pita tanu hu man raakhu;
Ke te saacho poorn dayaalu, hu pan tena gun bhaakhu.
6 Daaso, aavi Isu paase lejo rudu man maagi;
Jagamaa tenu maan vadhaaro, te tamane de nahi tyaagi.

Image

Media - Traditional Tune - Sung By C.Vanveer