336

From Bhajan Sangrah
Revision as of 03:39, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૧ – પ્રભુનું સ્તોત્ર == {| |+૩૩૬ - સેવાનું અનુસરણ |- |૧ |પ્રભુ ! બોલ કે બોલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧ – પ્રભુનું સ્તોત્ર

૩૩૬ - સેવાનું અનુસરણ
પ્રભુ ! બોલ કે બોલું પછી, તુજ વણી એ રીતે વધે;
તું જેમ ખોળે તેમ હું, ખોવાયેલાં ખોળું બધે.
પ્રભુ ! દોર કે દોરું પછી, ભટકેલને તારી ભણી;
ખવડાવ કે ખવડાવું હું, વાની ભૂખ્યાંને સ્વર્ગની.
તુજમાં મને બળવાન કર, કે અબળને બળ હું દઉં;
પ્રેમી કરે ડૂબતાં જનો તું ખડક પર ખેંચી લઉં.
શીખવ મને કે શીખવું, શુભ પાઠ તુજ વરદાનનો;
મુજ વચન ઊંડાં ઊતરે, બદલાય તેઓનાં મનો,
તુજ શાંતિ મીઠી દે મને, કે દુ:ખિતને દઉં શાંતિ હું;
લાચાર ને તુજ પ્રેમનો સંદેશ વેળાસર કહું.
તું જેમ, જ્યારે, જ્યાં કહીં, ચાહે મને વાપર તહીં;
તુજ મુખ જોઉં ત્યાં સુધી સુખ હર્ષ ને મહિમા મહીં.