334

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧ – પ્રભુનું સ્તોત્ર

૩૩૪ - મનનું અર્પણ
રુદિયે રે'જે રે, ત્રાતા, વાસ કરી ત્યાં શાંતિદાતા;
મન અર્પું છું રે મારું, પ્રભુ, હું મન અર્પું મારું,
તું કરજે મંદિરિયું તારું, કરીને વાસો તેમાં રે',
અમોને આશિષ સારી દે. રુદિયે.
મનડું ચોખ્ખું રે કરજે, મુજમાં સદ્ગુણો તું ભરજે;
મેલું મનડું રે મારું, મેલું મન આ તો મારું;
થશે નહિ તુજ વણ એ સારું, જશે સહુ ડાઘાઓ ત્યારે
પ્રભુ, તું રક્તે ધો જ્યારે. રુદિયે.
મન છે પ્યાસી રે જગનું, રૂપ ધરે કો વરે ઠગનું;
કરુણા કરજે રે, સ્વામી, પ્રભુજી, કરણા તું કરજે,
અમારી નિર્બળતા હરજે, બચાવી લેજે તું, સ્વામી;
કહું છું મસ્તક હું નામી. રુદિયે.
શેતાન શત્રુ રે તેનો, ભક્ષ ચહે છે નિશદિન એનો;
કિલ્લો થાજે રે મારો, પ્રભુજી, કિલ્લો થા મારો;
પ્રભુ, હું સેવક છું તારો, શરણ આવ્યો છું હું તારે,
તું રે'જે નિશદિન મન મારે. રુદિયે.

Phonetic English

334 - Mananu Arpan
1 Rudiye re'je re, traata, vaas kari tyaa shaantidaata;
Man arpu chhu re maaru, prabhu, hu man arpu maaru,
Tu karaje mandiriyu taaru, kareene vaaso temaa re',
Amone aashish saari de. Rudiye.
2 Manadu chokhkhu re karaje, mujamaa sadguno tu bharaje;
Melu manadu re maaru, melu man aa to maaru;
Thashe nahi tuj van e saaru, jashe sahu daaghaao tyaare
Prabhu, tu rakte dho jyaare. Rudiye.
3 Man chhe pyaasi re jaganu, roop dhare ko vare thaganu;
Karuna karaje re, svaami, prabhuji, karana tu karaje,
Amaari nirbalata haraje, bachaavi leje tu, svaami;
Kahu chhu mastak hu naami. Rudiye.
4 Shetaan shatru re teno, bhaksh chahe chhe nishadin eno;
Killo thaaje re maaro, prabhuji, killo tha maaro;
Prabhu, hu sevak chhu taaro, sharan aavyo chhu hu taare,
Tu re'je nishadin man maare. Rudiye.

Image

Media - By Nelson R Christian