330

From Bhajan Sangrah
Revision as of 03:27, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૩૦ - સ્વાર્પણ == {| |+૩૩૦ - સ્વાર્પણ |- |૧ |પૂર્વ દિશાથી માગીઓ આવ્યા શુભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૩૦ - સ્વાર્પણ

૩૩૦ - સ્વાર્પણ
પૂર્વ દિશાથી માગીઓ આવ્યા શુભશુભ અર્પણો લઈને રે;
ક્ચન, બોળ ને લોબાન અપ્ર્યા ત્રાતાની પાસે જઈને રે. પૂર્વ.
હે પ્રભુ, અમો અર્પણો લઈને, આવીએ પાસે તારી રે;
તન, મન, ધનનું અર્પણ કરીએ, લેજે, પ્રભુ, તું સ્વીકારી રે. પૂર્વ.
અમ હૈયાનું અર્પણ કરીએ, કરજે તું તેમાં વાસો રે;
હાથ અને પગ અર્પીએ તુજને, ગણજે તું તારા દાસો રે. પૂર્વ.
જીભ તણું અમ અર્પણ કરતા સ્તુતિ કરીએ તારી રે;
સ્તુતિ કરંતી આ જીભ અમારી લેજે, પ્રભુ, તુ સ્વીકારી રે. પૂર્વ.
આંખો તણું અમ અર્પણ કરીએ લેખોને વાંચવા કાજે રે;
બુદ્ધિ અને સહુ શક્તિ તો દઈએ અર્પણ કરતાં આજે રે. પૂર્વ.
કરુણા કરીને ઓ ત્રાતા, અમારા અર્પણ લેકે સ્વીકારી રે;
અર્પણો તું વાપરજે, સ્વામી, સેવામાં તારી સારી રે. પૂર્વ.