33

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૩ - મુજ સાથે રહે

૩ - સાંજ
૧૦ સ્વરો "Abide with me"
Tune: Eventide
કર્તા: હેન્રી. એફ. લાઇટ
અનુ. : રોબર્ટ મન્ટગમરી
મુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે!
અવર ના સહાય, દિલાસો કો ન દે; તું અસહાયનો સા'ય; મુજ સાથે રહે !
ટૂંક છે આયુષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લાસ;
ચારોગમ સહુ માં વિકાર થાયે છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !;
તું આવી જાય તેથી હું ન ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ્ન થાઉં;
વાટસરૂ નહિ, પણ વસનારની પેઠે; કાયમ નો વાસો કર મુજ સાથે રહે!;
મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવસિંધુપાર, તું સાથ હો તો જ જવાય;
તુજ વિના કોણ થાય ગુરુ? આશરો દે; દુ:ખ સુખમાં, હે ત્રાતા, મુજ સાથે રહે!
તું આશિષ દે, ન લાગે રિપુ ત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કડવાશ;
નથી કાળડંખ માં ઝેર, કે ઘોરનો જે; નિત મને જય, જો, તું મુજ સાથે રહે!
મોત આવ્યું પાસ, તુ જ સ્તંભની યાદ કરાવ; થૈ અંધાર માં નૂર આકાશ માર્ગે ચલાવ;
ફાટ્યો સ્વર્ગેપોહ, જગમાયા નાસે છે; મુજ જીવતાં મરતાં પ્રભુ, સાથે રહે.

Phonetic English

33 - Muj Saathe Rahe
10 Swaro "Abide with me"
Tune: Eventide
Kartaa: Henri. F. Light
Anu. : Robert Mantagamari
1 Muj saathe rahe! Ke saanjato padi che; andhaaru thaay che; prabhu, saathe rahe!
Avar na sahaay, dilaaso ko na de; tu asahaayno saa'y; muj saathe rahe !
2 Tunk che aayush, maryaada aavi paas; duniyaai mojathi nathi aaj ullas;
Chaarogam sahu ma vikaar thaaye che; he prabhu nirvikaar, muj saathe rahe !;
3 Tu aavi jaay tethi hu na dharaau; pan premthi aavi rahe to magn thaau;
Vaatasaru nahi, pan vasanaarni pethe; kaayam no vaaso kar muj saathe rahe!;
4 Mujthi aek pal tuj vina na takaay; bhav sindhu paar, tu saathe ho to j javaay;
Tuj vina kon thaay guru? Aashro de; dukh sukhama, he traata, muj saathe rahe!
5 Tu aashish de, na laage ripu traas; na dukhma bhaar, na aansuma kadavaash;
Nathi kaaladankh ma jher, ke ghor no je; nit mane jay, jo, tu muj saathe rahe!
6 Mot aavyu paas, tu j stambhni yaad karaav; thai andhaar ma noor aakaash maarge chalaav;
Faatyo swargepoh, jag maaya nase che; muj jeevata marata, prabhu, saathe rahe.

Image

Hymn Tune : Eventide- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Eventide - Sung By Lerryson Wilson Christy