328

From Bhajan Sangrah
Revision as of 03:24, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૨૮ - પૂર્ણાર્પણ == {| |+૩૨૮ - પૂર્ણાર્પણ |- |૧ |પ્રભુ, મારું જીવન લે, મારા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૨૮ - પૂર્ણાર્પણ

૩૨૮ - પૂર્ણાર્પણ
પ્રભુ, મારું જીવન લે, મારાં તન, મન, તારાં છે;
તું લે મારા હોઠનું ફળ, દરેક દિવસ, દરેક પળ.
પ્રભુ, મારા હોઠ ઉઘાડ, સ્તુતિ મારાથી ગવાડ;
મારાં હાથકામ તું કરાવ, મારાં પગલાં તું ચલાવ.
પ્રભુ, મારાં નાણાં એ, દરેક અર્ધી તારી છે;
મારું જ્ઞાન તું કામમાં લે, સારી બુદ્ધિ મને દે.
તારી મરજી મારી કર, મારું દિલ એ તારું ઘર;
ઈસુ, તું પર હેત કરીશ, તારી આજ્ઞા હું પાળીશ.
પ્રભુ, મારું જીવન લે, મારાં તન, મન તારાં છે;
તારા સેવકને સંભાળ, તારે કાજે સર્વકાળ.