326

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૨૬ - વિશ્વાસની વૃધ્દ્રિ માટે પ્રાર્થના

૩૨૬ - વિશ્વાસની વૃધ્દ્રિ માટે પ્રાર્થના
ક્ષણિક જીને અક્ષય ઝાલું, અવિનાશીની આશા પાળું,
પાર જવાને માર્ગે ચાલું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
તુજ પંથે હું ચાલી જાઉં, તુજ પાસે હું રહેવા આવું,
ઉપર જઈ વસવાનું ચાહુ; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
જ્યારે સહુ અંધારું ભાસે, ક્લેશ વિપત્તિ બધે થાશે,
ઓથ કદી ના દેખું પાસે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
આકાશી અજવાળું માગું, લૌકિક અંધારું હું ત્યાગું,
દિન પર ચેત થઈને જાગું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
સંધું અવળું ફરશે જ્યારે, બોજો માથે પડશે ભારે,
તારો પ્રેમ ન ભૂલું ત્યારે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
જ્યારે વેરી સર્વ લડે છે, ચોગમથી વિકરાળ ચઢે છે,
જોદ્ધાનું બહુ રક્ત પડે છે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
ઘોર ભયાનક આંધી ઊઠે, જળથળનાં શુભ બંધન છૂટે,
બચવાની બહુ આશા ખૂટે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
જો પરલોકે મિત્રો જાશે, વહાલાં સર્વ વિજોગાં થાશે,
મારે વસવુ એકલવાસે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
નજરે જે નહિ તે હું ભાળું, પાસે જ નહિ તે હું પાળું,
હાથે જે નહિ તે હું ઝાલું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
૧૦ જ્યાં લગ શરત બધી થઈ રહેશે, આકાશે મુજ આત્મા પેસે,
તાજ અચળ ત્યાં શિર પર બેસે; મુજ વિશ્વાસ વધારે, પિતાજી.
૧૧ મુજમાં નિત આનંદ કરાવો, ઉર વિષે તુજ શાંતિ ભરાવો,
દઢ મન આપી ધીર ધરાવો; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.

Phonetic English

326 - Vishvaasani Vruddhi Maate Praarthana
1 Kshanik jeene akshay jhaalu, avinaasheeni aasha paalu,
Paar javaane maarge chaalu; muj vishvaas vadhaar, pitaaji.
2 Tuj panthe hu chaali jaau, tuj paase hu raheva aavu,
Upar jai vasavaanu chaahu; muj vishvaas vadhaar, pitaaji.
3 Jyaare sahu andhaaru bhaase, klesh vipatti badhe thaashe,
Oth kadi na dekhu paase; muj vishvaas vadhaar, pitaaji.
4 Aakaashi ajavaalu maangu, laukik andhaaru hu tyaagu,
Din par chet thaeene jaagu; muj vishvaas vadhaar, pitaaji.
5 Sandhu avalu pharashe jyaare, bojo maathe padashe bhaare,
Taaro prem na bhoolun tyaare; muj vishvaas vadhaar, pitaaji.
6 Jyaare veri sarv lade chhe, chogamthi vikaraal chadhe chhe,
Joddhaanu bahu rakt pade chhe; muj vishvaas vadhaar, pitaaji.
7 Ghor bhayaanak aandhi oothe, jalathalanaa shubh bandhan chhoote,
Bachavaani bahu aasha khoote; muj vishvaas vadhaar, pitaaji.
8 Jo paraloke mitro jaashe, vahaalaan sarv vijogaa thaashe,
Maare vasavu ekalavaase; muj vishvaas vadhaar, pitaaji.
9 Najare je nahi te hu bhaalu, paase ja nahi te hu paalu,
Haathe je nahi te hu jhaalu; muj vishvaas vadhaar, pitaaji.
10 Jyaa lag sharat badhi thai raheshe, aakaashe muj aatma pese,
Taaj achal tyaa shir par bese; muj vishvaas vadhaar, pitaaji.
11 Mujamaa nit anand karaavo, ur vishe tuj shaanti bharaavo,
Dridh man aapi dheer dharaavo; muj vishvaas vadhaar, pitaaji.

Image

Image

Media - Traditional Tune , Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalavati