325

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૨૫ - સનાતન ખડક

૩૨૫ - સનાતન ખડક
હે ખડક સનાતન ! મુજ માટે તું ચિરાયો છે ખરે !
એ ફાટની આંતરગુહામાં આડ ને આશ્રો જ દે;
વહ્યાં કૂખથી જે રક્ત-જળ ઔષધ બેવડું બને,
માફી મળે મુજ પાપની, ને પાપ શાસન તે ટળે.
મુજ હાથના પરિશ્રમ સૌથી ધર્મપાલન નહિ થશે,
અવિરામ વહે આંસુ અને આતુર આસ્થા ઘણી હશે;
તોપણ બધાંથી પાપનું ના પ્રાયશ્વિત્ત કદી થશે,
બચાવ માત્ર હાથ તારે તું એકલો જ બચાવશે.
ખાલી છું, નિરાધાર છું, વળગું હવે તુજ થંભને,
નગ્ન છું પોશાક માગું, કૃપા ચાહું છું આ સમે;
તુચ્છ છું ને ઝરણ પાસે આવું છું હું દોડીને,
તો ધો મને, તારક ! હવે, નહિ તો મરું છું આ સમે.
શ્વાસ છેલ્લો હોય જ્યારે, કે મૃત્યુમાં આંખો ઢળે,
ઊડું અજાણી વાટમાં જોઉં તને ન્યાયાસને;
હે ખડક સનાતન ! મુજ માટે તું ચિરાયો છે ખરે !
તુજ આંતરગુહામાં એ સમે આશ્રિત થવા દે મને.

Phonetic English

325 - Sanaatan Khadak
1 He khadak sanaatan ! Muj maate tu chiraayo chhe khare !
E phaatani aantaraguhaamaa aad ne aashro ja de;
Vahyaa kookhathi je rakta-jal aushadh bevadu bane,
Maafi male muj paapani, ne paap shaasan te tale.
2 Muj haathana parishram sauthi dharmapaalan nahi thashe,
Aviraam vahe aansu ane aatur aastha ghani hashe;
Topan badhaathi paapanu na praayashchitt kadi thashe,
Bachaav maatr haath taare tu ekalo ja bachaavashe.
3 Khaali chhu, niraadhaar chhu, valagu have tuj thambhane,
Nagn chhu poshaak maangu, krupa chaahu chhu aa same;
Tuchchh chhu ne jharan paase aavu chhu hu dodine,
To dho mane, taarak ! Have, nahi to maru chhu aa same.
4 Shvaas chhello hoy jyaare, ke mratyumaa aankho dhale,
Oondu ajaani vaatamaa joun tane nyaayaasane;
He khadak sanaatan ! Muj maate tu chiraayo chhe khare !
Tuj aantaraguhaamaan e same aashrit thava de mane.

Image

Image

Media - Composition By : Mr. Robin Rathod , Raag : Kalingada