325

From Bhajan Sangrah
Revision as of 01:15, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૨૫ - અનાતન ખડક == {| |+૩૨૫ - અનાતન ખડક |- |૧ |હે ખડક અનાતન ! મુજ માટે તું ચિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૨૫ - અનાતન ખડક

૩૨૫ - અનાતન ખડક
હે ખડક અનાતન ! મુજ માટે તું ચિરાયો છે ખરે !
એ ફાટની આંતરગુહામાં આડ ને આશ્રો જ દે;
વહ્યાં કૂખથી જે રક્ત-જળ ઔષધ બેવડું બને,
માફી મળે મુજ પાપની, ને પાપ શાસન તે ટલે.
મુજ હાથના પરિશ્રમ સૌથી ધર્મપાલન નહિ થશે,
અવિરામ વહે આંસુ અને આતુર આસ્થા ઘણી હશે;
તોપણ બધાંથી પાપનું ના પ્રાયશ્વિત્ત કદી થશે,
બચાવ માત્ર હાથ તારે તું એકલો જ બચાવશે.
ખાલે છું, નિરાધાર છું, વળગું હવે તુજ થંભને,
નગ્ન છું પોશાક માગું, કૃપા ચાહું છું આ સમે;
તુચ્છ છું ને ઝરણ પાસે આવું છું હું દોડીને,
તો ધો મને, તારક ! હવે, નહિ તો મરું છું આ સમે.
શ્વાસ છેલ્લો હોય જ્યારે, કે મૃત્યુમાં આંખો ઢળે,
ઊડું અજાણી વાટમાં જોઉં તને ન્યાયાસને;
હે ખડક સનાતન ! મુજ માટે તું ચિરાયો છે ખરે !
તુજ આંતરગુહામાં એ સમે આશ્રિત થવા દે મને.