322

From Bhajan Sangrah
Revision as of 01:10, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૨૨ - સહાયને માટે પ્રાર્થના == {| |+૩૨૨ - સહાયને માટે પ્રાર્થના |- |૧ |હે ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૨૨ - સહાયને માટે પ્રાર્થના

૩૨૨ - સહાયને માટે પ્રાર્થના
હે પ્રભુ, દર્શન આપી આજ, ધન્ય કરાવ અમારાં કાજ;
હે પ્રભુ, ઝાંખું કરજે દૂર તુજ મુખનું દેખાડી નૂર.
મરણ તણું શિર રાખી કામ ખ્રિસ્તે મૂક્યો સ્વર્ગી ઠામ;
પાપી જનના તારણ કાજ કાંટાનો પણ લીધો તાજ.
પુત્ર, પિતા ને આત્મા શુદ્ધ, લડજો મારા શત્રુ વિરુદ્ધ;
દૂર કરાવી સહુ કલ્પાંત દાસ તણે મન લાવો શાંત.
સ્વર્ગ વિષે જે પરમોલ્લાસ તે તો સહીં પણ ચાખે દાસ;
ભૂતળમાં પણ પામી પ્રેમ સ્વર્ગ તણું તે જાણે ક્ષેમ.
ઈસુનો જે નિર્મળ ન્યાય તેનું દાન મને અહીં થાય,
તો હું શુદ્ધ ચલાવી યુદ્ધ નિત્ય લડું શેતાન વિરુદ્ધ.
તેમાં હું હારી ન જનાર, કાંકે ખ્રિસ્ત ખરો આધાર;
ખિસ્ત નિયંતા જ્યારે થાય, ત્યારે સર્વ શત્રુ હરાય.