The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૨ - પરોઢ સ્તુતિ
૩૨ - પરોઢ સ્તુતિ
|
ઝૂલણા વૃત્ત
|
કર્તા :
|
એન .જે. જયેશ
|
ટેક :
|
હે પ્રભુ, પ્રાણના નાથ, તમને નમું , આપ ચરણે પડી આ પ્રભાતે.
|
૧
|
પ્રાણની આ બત્તી, સળગતી રહી પતિ, આપ મરજી વતી ક્ષેમ જાતે;
|
|
જિંદગીના નભે, એક આ તારલી તે ચગો આપ મહિમા જ માટે; હે.
|
૨
|
અધિક વરસ્યા કરે આપ ઉપકાર તો, અધમ, ઉડાઉ હું રંક માથે;
|
|
કદર તેની કરી નજર બદ પરહરી, હું જઉં સાંકડી સ્વર્ગ વાટે.હે.
|
૩
|
મુજ મતિ, સમજ ને જ્ઞાનના આગિયા કેમ કરી ટાળશે તિમિર જાતે;
|
|
આપ રવિજ્યોત થઈ દોરજો દાસને, આપજો સદમતિ સર્વ વાતે.હે.
|
૪
|
આયુ અડધું ગયું, નિંદમાં તો નર્યું, અડધ ગયું જગત જંજાળ માટે;
|
|
આયુ આ ડગમગુ, મરણ આ લગભગુ, ભાન દો કે ભજું વિશ્વનાથેહે.
|
૫
|
ભવિષ અંધારિયું, મુજ આગળ પડયું, ભોમિયા ભવિષના થાવ વાટે
|
|
સ્વાર્થ, મદ, મોહને લોભના ખાડથી, અંધને દોરજો દેવ જાતે.હે.
|
૬
|
અબળનું બળ તમે, નાથ દીનના તમે, આમ માલિક છો મુજ માથે;
|
|
આપ આધાર છો, દુ:ખમાં વ્હાર છો, દોરજો રંકને આપ હાથે.હે.
|
Phonetic English
32 - Parodh Stuti
|
Jhulana Vrutt
|
Kartaa :
|
A.J. J'
|
Tek :
|
He prabhu, praanna naath. tamne namu, aap charane padi aa prabhaate
|
1
|
Praanani aa batti, sadagati rahi pati, aap maraji vati kshem jaate;
|
|
Jindagina nabhe, aek aa taarli te chago aap mahima j maate; he.
|
2
|
Adhik varasya kare aap upakaar to, adham, udaau hu rank maathe;
|
|
Kadar teni kari najar bad parahari, hu jau saankadi swarg vaate.He.
|
3
|
Muj mati, samaj ne gyaanana aagiya kem kari taalshe timir jaate;
|
|
Aap ravijyot thai dorajo daasne, aapjo sadamati sarv vaate. He.
|
4
|
Aayu adadhu gayu, ninadama to naryu, adadh gayu jagat janjaal maate;
|
|
Aayu aa dagamagu, maran aa lagabhagu, bhaan do ke bhaju vishwanathehe.
|
5
|
Bhavishya andhaariyu, muj aagad padayu, bhomiya bhavishana thaav vaate
|
|
Swaarth, mad, mohane lobhna khaadathi, andhne dorajo dev jaate. He.
|
6
|
Abalnu bal tame, naath dinana tame, aap maalik cho muj maathe;
|
|
Aap aadhaar cho, dukhma vhaar cho, dorajo rankane aap haathe. He.
|
ImageMedia - Composition By : Late Mr. ManuBhai Rathod