32

From Bhajan Sangrah
Revision as of 19:20, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૩૨ - પરોટ સ્તુતિ== {| |+૩૨ - પરોટ સ્તુતિ |- | |ઝૂલણા વૃત્ત |- |કર્તા : |એ.જે. જ' |- |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૨ - પરોટ સ્તુતિ

૩૨ - પરોટ સ્તુતિ
ઝૂલણા વૃત્ત
કર્તા : એ.જે. જ'
ટેક : હે પ્રભુ, પ્રાણના નાથ. તમને નમુ, આપ ચરણે પડી આ પ્રભાતે
પ્રાણની આ બત્તી, સળગતી રહી પતિ, આપ મરજી વતી ક્ષેમ જાતે;
જિંદગીના નભે, એક આ તારલી તે ચગો આપ મહિમા જ માટે; હે.
અધિક વરસ્યા કરે ઉપકાર તો, અધમ, ઉડાઉ હું રંક માથે;
કદર તેની કરી નજર બદ પરહરી, હું જઉં સાંકડી સ્વર્ગ વાટે.હે.
મુજ મતિ, સમજ ને જ્ઞાનના આગિયા કેમ કરી ટાળશે તિમિર જાતે;
આપ રવિજ્યોત થઈ દોરજો દાસને, આપજો સદમતિ સર્વ વાતે.હે.
આયુ અડધું ગયું, નિંદમાં તો નર્યું, અદધ ગયું જગત જંજાળ માટે;
આયુ આ ડગમગું, મરણ આ લગભગુ, ભાન દો કે ભજું વિશ્વનાથેહે.
ભવિષ્ય અંધારિયું, મુજ આગળ પડયું, ભોમિયા ભવિષના થાવ વાટે
સ્વાર્થ, મદ, મોહને લોકના ખાડથી, અંધને દોરજો દેવ જાતે.હે.
અબળનું બળ તમે, નાથ દીનના તમે, આમ માલિક છો મુજ માથે;
આપ આધાર છો, દુ:ખમાં વ્હાર છો, દોરજો રંકને આપ હાથે.હે.