315

From Bhajan Sangrah
Revision as of 00:57, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૧૫ - ખ્રિસ્તને શીખવો == {| |+૩૧૫ - ખ્રિસ્તને શીખવો |- |૧ |ચાહું ખ્રિસ્તન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૧૫ - ખ્રિસ્તને શીખવો

૩૧૫ - ખ્રિસ્તને શીખવો
ચાહું ખ્રિસ્તને જાણવા, કૃપા ચાહું વખાણવા;
શીખું પ્રેમ ને મુક્તિવાત, કાંજે તે મૂઓ મારે માટ.
ટેક: શીખું વત્તું વત્તું, શીખું વત્તું વત્તું,
શીખું પ્રેમ ને મુક્તિવાત, કાંજે તે મૂઓ મારે માટ.
શિક્ષણ તેનું વત્તું લઉં, શીખવા ઈચ્છા ધ્યાન દઉં;
શિક્ષણ, હે શુદ્ધાત્મા, થઈ, શિખાડ ખ્રિસ્તની વાતો લઈ.
શીખું લઈને શાસ્ત્ર હાથ ત્યારે મળું પ્રભુ સાથ;
વાણી પ્રભુની સુણાય, વચનો તેનાં મારાં થાય.
ગૌરવી ગાદીનો ધણી, સ્વર્ગી સંપત તે તણી;
શીખું રાજની વૃદ્ધિ સાર, અને પાછો જે આવનાર.