312: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૧૨ - જયવાન જિંદગી == {| |+૩૧૨ - જયવાન જિંદગી |- |ટેક: |વહેલા, વહેલા, વહેલા, ...")
(No difference)

Revision as of 00:50, 3 August 2013

૩૧૨ - જયવાન જિંદગી

૩૧૨ - જયવાન જિંદગી
ટેક: વહેલા, વહેલા, વહેલા, પ્રભુજી, મારે મંદિરે આવજો રે.
મનડા કેરું મંદિર બનાવું, રુદિયામાં રહેજો રે.
તન, મન, ધન, પ્રભુજી, સૌ સોંપું છું તમને રે.
પવિત્ર આત્માથી ભરપૂર કરો, આશીર્વાદ આપો રે.
શેતાન શત્રુ જોર કરે છે, નરકમાં લઈ જવા રે.
સતની તરવાર મને આપો, શેતાન સાથે લડવા રે.
લડતાં લડતાં મરણ પામીને સ્વર્ગી મુગટ લઈશું રે.