31

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૧ - જીવને બોધ

૩૧ - જીવને બોધ
ઝૂલણા વૃત્ત
કર્તા : વહાલજી બેચરભાઈ
ઊઠને, ઊઠને, જાગને, જીવ તું થાય છે પ્રૌઢ જો આજ સારો;
રાતના પો'રમાં, ઘોર અંધારમાં, કેમ તો જીવિયો જીવ તારો?ઉઠને.
જ્યારથી તું તણી આંખ તો નિંદામાં મીચતાં ઊંઘતો સોડ તાણી;
તે સમે કોણ સંભાળતો'તો તને, એ જ તું ધારને ધ્યાન આણી.ઊઠને.
કૈંક તો આજની રાતમાં મોતના ખાટમાં દુ:ખના માર ખાતો;
"રે, મરું છું," કહી શ્વાસ કાઢે ઘણો, ભોગવે વેદના પ્રાણ જાતાં.ઊઠને.
એમ તો કૈંકના જીવ જાતા ઘણા , તોય તું જીવતો આજ તાજો;
એમ તું ધાર તો દેવને માનજે, તે જ તો રાખશે જીવ સાજો.ઊઠને.
પાપની ઊંઘથી, દુ:ખના મારથી દેવ સંભાળશે ભાવ આણી;
દેવ તો તારશે પ્રેમના ભાવથી, જો તમો માનશો દેવવાણી.ઊઠને.

Phonetic English

31 - Jeevane Bodh
Jhulana Vrutt
Kartaa : Vahalaji Becharbhai
1 Uthane, uthane, jaagne, jeev tu thaay che praudh jo aaj saaro;
Raatna po'rama, ghor andhaarma, kem to jiviyo jeev taaro? Uthne.
2 Jyaarathi tu tani aankh to nindaama minchata unghato sod taani;
Te same kon sambhaalto'to tane, aej tu dhaarne dhyaan aani.Uthne.
3 Kaink to aajni raatma motana khaatama dukhna maar khaato;
"Re, maru chu," kahi shwaas kaadhe ghano, bhogave vedanapran jaata.Uthne.
4 Aem to kainkna jeev jaata ghana, toy tu jeevto aaj tajo;
Aem tu dhaar to devne maanje, te j to raakhshe jeev saajo.Uthne.
5 Paapani unghathi, dukhna maarthi dev sambhaalshe bhaav aani;
Dev to taarshe premna bhaavathi, jo tamo maanasho devavaani.Uthne.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shiv Rajni

[[:]]