31

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૩૧ - જીવને બોધ

૩૧ - જીવને બોધ
ઝૂલણા વૃત્ત
કર્તા : વહાલજી બેચરભાઈ
ઊઠને, ઊઠને, જાગને, જીવ તું થાય છે પ્રૌઢ જો આજ સારો;
રાતના પો'રમાં, ઘોર અંધારમાં, કેમ તો જીવિયો જીવ તારો?ઉઠને.
જ્યારથી તું તણી આંખ તો નિંદામાં મીચતાં ઊંઘતો સોડ તાણી;
તે સમે કોણ સંભાળતો'તો તને, એ જ તું ધારને દ્યાન આણી.ઊઠને.
કૈંક તો આજથી રાતમાં મોતના ખાટમાં દુ:ખના માર ખાતો;
"રે, મારું છું," કહી શ્વાસ કાઢે ઘણો, ભોગવે વેદનાપ્રણ જાતાં.ઊઠને.
એમ તો કૈંકના જીવ જાતા ઘાણા, તોય તું જીવતો આજ તોજ;
એમ તું ધાર તો દેવને માનજે, તે જ રાખશે જીવ સાજો.ઊઠને.
પાપથી ઊંઘથી, દુ:ખથી મારથી દેવ સંભાળશે ભાવ આણી;
દેવ તો તારશે પ્રેમના ભાવથી, જો તમો માનશો દેવવાણી.ઊઠને.