306

From Bhajan Sangrah
Revision as of 00:25, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૦૬ - ખ્રિસ્તની આરાધના == {| |+૩૦૬ - ખ્રિસ્તની આરાધના |- |૧ |અમો આવિયાં આજ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૦૬ - ખ્રિસ્તની આરાધના

૩૦૬ - ખ્રિસ્તની આરાધના
અમો આવિયાં આજ સૈ ખ્રિસ્ત નામે, અમો આવિયાં તો ઈસુને વિરામે;
અમે સેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવ દાતા તણી વાત લીધી.
૨ અમારાં બધાં પાપ તો માન્ય કીધાં, અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં;
સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો, અને દર્દ સંધાં ઈદુ ખ્રિસ્ત, લેજો.
૩ અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ;
પછી મોતનું તેડું તો જ્યાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે.
૪ અમો તો તમોથી ખરું સુખ લૈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું;
તમો છો અમારા ખરા પાળનારા, તમોને મૂકીને અમો ના જનારા.