303

From Bhajan Sangrah
Revision as of 23:26, 2 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૦૩ - નવું મન જોઈએ == {| |+૩૦૩ - નવું મન જોઈએ |- |૧ રે, હોય મજમાં નિષ્કલંક મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૦૩ - નવું મન જોઈએ

૩૦૩ - નવું મન જોઈએ
૧ રે, હોય મજમાં નિષ્કલંક મન ગાવા દેવનાં ગુણગાન!
હા, રક્તથી શુદ્ધ કરેલું મન - ખ્રિસ્તના રક્તથી મૂલવાન!
૨ સોંપેલું, આધીન, નમ્ર મન : પ્રિય ત્રાતાનું તખ્ત,
જ્યાં કેવળ સુણાય ખ્રિસ્તનો સાદ: રાજ કરે છે ખ્રિસ્ત ફક્ત.
૩ નમ્ર, દીન, અનુતાપ મન, વિશ્વાસુ, સત, નવું;
ન જીવન કે મરણ તેને ખ્રિસ્તથી પાડશે જુદું.
૪ દરેક વિચારમાં નવું મન, દેવના પ્રેમથી ભરેલ;
પૂર્ણ, સત્ય, શુદ્ધ પ્રીતિવાન; તારા જેવું બનેલ.
૫ તારા ગુણ, પ્રભુ, મજમાં મૂક, આવ, મજ મનમાં તું હાલ;
તારું નામ મજ હ્રદય પર લખ તુજ પ્રેમનું નામ અતુલ.