300

From Bhajan Sangrah
Revision as of 23:04, 2 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૦૦ - જીવનની રોટલી == {| |+૧ – જીવનની રોટલી |- |૧ |જેમ તેં રોટલી આપી ગાલીલ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૦૦ - જીવનની રોટલી

૧ – જીવનની રોટલી
જેમ તેં રોટલી આપી ગાલીલ મધ્યે,
તેમ આપ જીવન રોટલી, પ્રભુ, મને,
હું શોધું છું તને, શબ્દ જીવતા;
તુજ સારુ તલપે છે મારો આત્મા.
તેં સત્ય જણાવ્યું ગાલીલ મધ્યે,
તેમ સત્ય જણાવ તું પ્રભુ, મને;
ત્યારે બંધન છૂટશે, સાંકળ તૂટશે,
ને શાંતિ બહુ થશે, મુજ મન મધ્યે.
શિષ્યો ચાલ્યા તુજ સાથ ગાલીલ મધ્યે,
તેમ ચાલતાં તુજ સંઘાત, શીખવ મને;
તો સંકટો જશે, વિશ્વાસથી જીત;
જોઈશ, પ્રભુ, તને જે બહુ ઈચ્છિત.