3

From Bhajan Sangrah
Revision as of 12:48, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "3 – પ્રભુને આમંત્રણ ૧ પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

3 – પ્રભુને આમંત્રણ ૧ પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો, તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો. ૨ પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી વિનંતી બધી ઉર ધારો, અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો. ૩ પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો, નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો. ૪ પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો; ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.