299

Revision as of 01:44, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૯૯ - ઈસુના થંભ સિવાય બીજું કંઈ ન જાણું == {| |+૨૯૯ - ઈસુના થંભ સિવાય બીજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૯૯ - ઈસુના થંભ સિવાય બીજું કંઈ ન જાણું

૨૯૯ - ઈસુના થંભ સિવાય બીજું કંઈ ન જાણું
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
મારા પ્રભુના થંભ સિવાય, હું તો બીજું ન જાણું કોઈ.
કોઈ જાણે છે ખગોળ, ભૂગોળ, ગણિતમાં પંકાય,
તત્ત્વો ને તર્કોમાં ઝાઝા ઝાઝી કરે છે વડાઈ.
અનેક યંત્રો અને વાજિંત્રો, ચાલાકી ને ચતુરાઈ,
કળા કરે છે અકળિત જેવી, ઊડે વિમાન હવાઈ.
ઘણાલ વૈદો ઔષધમાં ને વાઢકાપમાં વખણાય,
ઔષધ આપે અકસીર એવું, પળમાં સાજાં થાય.
દાતા, ભકતા, વકતા, છે બહુ શૂરા જનોયે ઘણાય,
કરે મોહિત મન માનવીઓનાં જુઓ જગતની માંય.
જગન વિદ્વાનો નવ જાણે થંભ તણી મોટાઈ,
અંતે તેઓ પ્રભુ સમીપે જશે જરૂર શરમાઈ.
ભણી ગણી એમ વિશવિશ વિદ્યા કાઢે નવીન નવાઈ,
અનહદ સંપત થંભ તણી તો જાણે નહિ રે જરાય.
ભલે ગણાતી જગમાં મારી અતિ ઘણી મૂર્ખાઈ,
સમજે ક્યાંથી ગુંગા જન તો અત્તર ખુશબો, ભાઈ.
તેથી જ શાંતિ, તેથી જ સફળતા, તેથી મનોની સફાઈ,
તેથી અમે સહુ સુખી સદાકાળ ગાણશું સ્વરની માંહી.