298

From Bhajan Sangrah
Revision as of 01:41, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૯૮ - આશીર્વાદ માટે પ્રાર્થના == {| |+૨૯૮ - આશીર્વાદ માટે પ્રાર્થના |- | |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૯૮ - આશીર્વાદ માટે પ્રાર્થના

૨૯૮ - આશીર્વાદ માટે પ્રાર્થના
ભુજંગી
(ગીતશાસ્ત્ર ૬૭)
કર્તા: એમ. વી. મેકવાન
પ્રભુ, આશિષો દે અમોને કૃપાથી, ઉરે તેજ દે દિવ્ય તારી પ્રભાથી;
જગે તે થકી માર્ગ તારો જણાયે, અને સર્વ લોકો તણું ત્રાણ થાયે.
પ્રજાઓ સહુ તુજ આભાર મને, અને હર્ષથી તુજને ગાય ગાને;
ખરો ન્યાય સૌનો પ્રભુ તું કરે છે, કરે રાજ્ય વિશ્વે વિભુ તું ઠરે છે.
પ્રભુ, સ્તુતિ તારી સહુ લોક ગાશે, મહા સ્તુત્ય, તું સૌ સ્થળોમાં મનાશે;
ફળો ખૂબ ભૂમિ થકી ઉપજાશે, અને આશિષો સૌ પ્રભુથી અપાશે.