296: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૯૬ - ખ્રિસ્તનો દિલાસો == {| |+૨૯૬ - ખ્રિસ્તનો દિલાસો |- | |તોટા |- | |(યોહાન ૧...")
(No difference)

Revision as of 01:38, 9 August 2013

૨૯૬ - ખ્રિસ્તનો દિલાસો

૨૯૬ - ખ્રિસ્તનો દિલાસો
તોટા
(યોહાન ૧૪ને આધારે)
કર્તા: એમ. વી. મેકવાન.
૧ " મમ શિષ્ય થશોનહિ વ્યાકુળ રે, તમ ઉર ઉદાસીનતા ન ઘરે !"
જગમાં બહુ સંકટ થાય કદા, પણ હું રહું છું, તમ સાથ સદા.
રજ બીક ધરો નહિ સંત તમે, ધરજો બહુ ધીરજ સર્વ સમે;
ઈતબાર પ્રભુ પર જેમ કરો, મુજ ઉપર એમ ઈમાન ધરો.
જઉં છું તમથી જ વિદાય લઈ, દિલગીર થશો ઉરમાં ન કંઈ,
મુજ બાપ તણા ઘરમાં વસવા, જઉં છું તમ કાજ જગા કરવા.
પણ આવીશ હું તમ પાસ ફરી, તમ કાજ જગા નક્કી સિદ્ધ કરી,
મુજ પાસ લઈશ પછી તમને, સુખવાસ મહીં વસવા હું કને.
સત હું, વળી જીવન, મારગ છું, સ્વર માંહી જવા જગતારક છું;
જ્યમ હું રહું છું જ જીવંત સદા, જીવશે ત્યમ, જે મુજ શિષ્ય બધા.