295

From Bhajan Sangrah
Revision as of 01:36, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૯૫ - દેવ આપણો આશ્રમ તથા સામર્થ્ય == {| |+૨૯૫ - દેવ આપણો આશ્રમ તથા સામર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૯૫ - દેવ આપણો આશ્રમ તથા સામર્થ્ય

૨૯૫ - દેવ આપણો આશ્રમ તથા સામર્થ્ય
તોટક
"EIn feste Burg"
Tune: S. S. 723 P. M.
(માર્ટિન લુથર, ૧૫૨૯. જર્મનમાંથી)
અનુ. : જે. એસ. સ્ટીવન્સન
મજબૂત કિલ્લો આપણો દેવ, તે શસ્ત્ર તથા ઢાલ;
જો દુ:ખમાં પડે આપણો જીવ, તો રક્ષે તે સહુ કાળ.
જૂનો વૈરી શેતાન, તે સામે થાય બળવાન;
અન્યાય, કપટ, એ તેનાં તો શસ્ત્ર છે,
ન કોઈ તે સમાન.
માનવના બળહી કંઈ ન થાય, તે પામે હાર વ્હેલો,
પણ સંગે લડે શૂરો રાય, જે દેવથી ઠરેલો.
પૂછો, તે કોણ હશે? તો ઈસુ ખ્રિસ્ત તે,
સૈન્યોનો જે પ્રભુ, ન અન્ય કો વિભુ;
તે કદી નહિ હરાશે.
ને રાક્ષસ હોય સર્વદા, ગળી જવા તૈયાર,
તોયે ન આપણને કદા કંઈ બીક લાગનાર.
આ જગ કેરો રાય વિક્રાળ છો દેખાય;
શું કરે નુકસાન? તે પોતે બંદીવાન:
એક શબ્દ તેને પાડે.
તે યુક્તિ, જોર છો કરે, પ્રભુની વાત રહે છે.
ઈસુ ઠરાવ અનુસરે આત્માને કૃપા દે છે.
તેઓ લે ભલે પ્રાણ, સ્ત્રી, છોલરાં, વિત્ત, માન;
તોય એથી શું વિશેષ? ન ટકે તે હમેશ:
આપણને રાજ્ય રહે છે.