286

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૮૬ - ભરોસો

૨૮૬ - ભરોસો
ભુંજગી
કર્તા: થોમાભાઈ
પાથાભાઈ
ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરને ચાલનારા;
સદા દેવ તો તેમની સાથ રહે છે, અને તેમની રોજ સંભાળ લે છે.
કદી સંતને દ્વેષકો જો સતાવે, ધરે ઢાલ સારી યહોવા બચાવે;
હશે દ્વેષકો સંતથી જો વધારે, યહોવા નક્કી ત્યાં બચાવા પધારે.
ઘણા સંત સારા ગયા બંધનોમાં, ઘણા સંત સારા પડયા રુદનોમાં;
જઈ દેવ ત્યાં સંતના બંધ છોડયા જઈ દેવ ત્યાં સંતનાં દુ:ખ તોડયાં.
હતા તે બધા સંત બહુ પ્રાર્થવાદી, યહોવા હતો સંત સાથે અનાદિ;
ભરોસો યહોવા તણો જે કરે છે, યહોવા થકી સંત અંતે તરે છે.

Phonetic English

286 - Bharoso
Bhujagi
Karta: Thomabhai
Pathabhai
1 Bharoso sada devano raakhanaara, ane satyana dhorahne chaalanaara;
Sada deva to temani saath rahe che, ane temani roj sambhaahd le che.
2 Kadi santane dveshako jo sataave, dhare dhaal saari yahova bachaave;
Hashe dveshako santathi jo vadhaare, yahova nakki tya bachaava padhaare.
3 Ghahna sant saara gaya bandhanoma, ghahna sant saara padaya rudanoma;
Jai dev tya santana bandh chodya jai dev tya samtana dudkh todya.
4 Hata te badha sant bahu praarthvaadi, yahova hato sant saathe anaadi;
Bharoso yahova tahno je kare che, yahova thaki sant ante tare che.

Image

Media - Traditional Tune - Bhoojangi Chhand


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Desh

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Pahadi

Media - Traditional Tune - Sung By C.Vanveer