281

Revision as of 00:44, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૮૧ - પાપનો પશ્વાત્તાપ અને ક્ષમા == {| |+૨૮૧ - પાપનો પશ્વાત્તાપ અને ક્ષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૮૧ - પાપનો પશ્વાત્તાપ અને ક્ષમા

૨૮૧ - પાપનો પશ્વાત્તાપ અને ક્ષમા
-
(ગીતશાસ્ત્ર ૫૧)
" એક જ દે ચિનગારી મહાનલ...." એ રાગ.
કર્તા: એમ. વી. મેકવાન.
ટેક: પાપો ભૂંસી નાખો, પ્રભુ, મુજ પાપો ભૂંસી નાખો.
કાજળ-કાળાં પાપથી હ્રદયે, ડાઘ પડયા છે લાખો !
રાખી પુષ્કળ રહેમ તમારી, ડાઘ વિદારી નાખો... પ્રભુ
અપરાધો મુજ છે તમ સામે, એ સહુ ઘોઈ નાખો,
દિવ્ય, અગમ્ય તમારી કૃપાથી, શુદ્ધ કરો મને આખો..... પ્રભુ.
પાપી ગર્ભમાં જન્મ લીધો મેં, પાપે પડધો છું ઝાંખો !
સ્વર્ગીય સ્નાન કરાવી મુજને, હિમથી ઊજળો રાખો !..... પ્રભુ.
છે મુજ હાલત પાપથી ભંગિત, તેને સુધારી નાખો,
તારણનો સંદેશ સુણાવી, હર્ષાનંદમાં રાખો.... પ્રભુ.
શુદ્ધ હ્રદય આપો પ્રભુ, મુજમાં આત્મા નવો, દઢ નાખો,
દિવ્ય, પવિત્ર આત્મા તમારો, મુજથી ન પાછો રખો..... પ્રભુ.
હર્ષ પ્રભુ, દો તમ તારણનો, આત્માને આશ્રયે રાખો,
તો શીખવું હું માર્ગ તમારા, પાપીની ઊઘડે આંખો.... પ્રભુ.
પ્રભુ પ્રસન્ન ના યજ્ઞથી થાયે, રાંક હ્રદય તમે ચાખો,
સ્તુતિ તમારી કરવા કાજે, હોઠ ખોલી મુજ નાખો.... પ્રભુ.
સિયોન કેરા કોટ સમારી, સંભાળ તેની રાખો,
ત્યારે કરશે સહુ શુભ અર્પણ, સંત તમારા લાખો !...... પ્રભુ.