279

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૭૯ - પ્રભુની ધીરજ

૨૭૯ - પ્રભુની ધીરજ
વિક્રાંત
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
હે જગતારક, દેવ ધણી, તુજ પાય નમું છું;
ને મુજ પાપ કબૂલ કરી, તુજ નામ ભજું છું.
હું ગત કાળ તજી સતને ભટકયો ભવરાને;
હું ગત કાળ તજી સતને ફરતો અભિમાને,
હું ગત કાળ છકેલ થઈ સત નામ ન લીધું;
હું ગત કાળ છકેલ થઈ બહુ પાપ જ કીધું.
તો પણ તેં અતિ રહેમ કરી મુજ નાશ ન કીધો;
ને સત ન્યાય કરી મુજને બદલો નહિ દીધો.
જો મુજ કામ કરેલ તણો ઈનસાફ કરે તું;
તો તત્કાળ પડું નરકે, નિર્દોષ ઠરે તું.
હે મુજ ભૂપ, દયાળ પિતા, બહુ ધીરજ તારી;
આજ હયાત રહ્યો તુજથી, જગના અધિકારી.

Phonetic English

279 - Prabhuni Dhiraj
Vikraanta
Kartaa: Thomaabhai Pathabhai
1 He jagataaraka, deva dhani, tujh paaya namu choo;
Ne muja paapa kaboola kari, tujh naama bhaju choo.
2 Hoon gata kaada tajee satane bhatakayo bhavaraane;
Hoon gata kaada tajee satane farato abhimaane,
3 Hoon gata kaada chakela thai sata naama na lidhu;
Hoon gata kaada chakela thai bahu paapa ja kidhu.
4 To pana te ati rahema kari muja naasha na kidho;
Ne sata nyaaya kari mujane badalo nahi didho.
5 Jo muja kaama karela tano inasaafa kare tu;
To tatkaad padu narake, nirdosha thare tu.
6 He muja bhoopa, dayaada pitaa, bahu dhiraja taari;
Aaja hayaata rahyo tujathi, jaganaa adhikaari.