277

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૭૭ - આશ્રયની માગણી

૨૭૭ - આશ્રયની માગણી
ચરણાકુલ
કર્તા: જે. વી. એસ. ટેલર
હું તો પાપી દીન બિચારો, તું તો મારો તારણહારો,
આપ કૃપા બહુ કીજે જી. હે પ્રભુ.....
ટેક: હે પ્રભુ, દર્શન દેજે જી; તુજ શરણે મને લેજે જી.
તું તો થઈ સહુ જગનો રાજા, દેહ ધરી તેં પાપી કાજા;
દાસ કરી મને લેજે જી. હે પ્રભુ....
હ્યાં શેતાન વડો દુ:ખદાયક, છે સહુ ભૂતળનો તે નાયક;
તેને બાંધી દેજે જી. હે પ્રભુ....
હું તો વિધવિધમાં બહુ ભૂલ્યો, વાત વૃથામાં બહુ બહુ ફૂલ્યો;
શુદ્ધ વિવેક જ દેજે જી. હે પ્રભુ....
પૂર્ણ પરાક્રમ તારું જાણું, પ્રેમ, દયા પણ અનહદ માનું;
શુદ્ધ બુદ્ધ વાર્તા દેજે જી. હે પ્રભુ....


Phonetic English

277 - Aashrayani Maagahni
Charanaakul
Kartaa: J. V. S. Taylor
1 Hu to paapi din bichaaro, tu to maaro taarahnahaaro,
Aap krupa bahu kije jee. He prabhu.....
Tek: He prabhu, darshan deje jee; tujh sharahne mane leje jee.
2 Tu to thai sahu jagano raaja, deh dhari te paapi kaaja;
Daas kari mane leje jee. He prabhu....
3 Hyaa shetaan vado dukhadaayak, che sahu bhootahdano te naayak;
Tene baandhi deje jee. He prabhu....
4 Hu to vidhavidhama bahu bhoolyo, vaat vruthaama bahu bahu phoolyo;
Shuddh vivek ja deje jee. He prabhu....
5 Purhn paraakram taaru jaahnu, prem, daya pan anahad maanu;
Shuddh buddh vaarta deje jee. He prabhu....

Image

Media - Traditional Tune - Sung By Mr.Nilesh Earnest

Media - Composition By : Late Mr. ManuBhai Rathod