274

From Bhajan Sangrah
Revision as of 00:27, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૭૪ - ઈસુ પાસે જવું == {| |+૨૭૪ - ઈસુ પાસે જવું |- | |૮, ૭ સ્વરો |- | |"Jesus, I mu cross have taken"...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૭૪ - ઈસુ પાસે જવું

૨૭૪ - ઈસુ પાસે જવું
૮, ૭ સ્વરો
"Jesus, I mu cross have taken"
Tune: Ellesdie or Crucifer
કર્તા: હેન્રી એફ. લાઈટ,
૧૭૯૩-૧૮૪૭
અનુ. : એચ. આર. સ્કોટ
ઈસુ, તારી પાસે આવું, બધું મૂકી તારે કાજ;
નિર્ધન, દુ:ખી, નિંદિત થાઉં, મારું સંધું તું થા આજ.
મેં જે જાણ્યું, ચાહ્યું, શોધ્યું તે બધાંનો નાશ થાઓ;
તો પણ હાલત ભાગ્યાશાળી, સ્વર્ગ ને ઈશ્વર મારાં છે.
જગત મારો ધિક્કાર કરે, ત્રાતાને પણ એમ થયું;
માનવી હૈડાં જેવું તારું, હૈયું નથી ઠગારું.
હે સર્વાધાર, મુજ પર રાજી જ્યારે હોય છે તું તે વાર
દુશ્મન નિંદે, દોસ્ત દ્ચિક્કારે, તો પણ તુજમાં હર્ખ અપાર.
જાઓ માન ને ધન સંસારી, આવો નિંદા, આફત, દુ:ખ;
ખ્રિસ્ત સેવામાં લાભ છે ખરો, તેનામાં જ હું પામું સુખ.
" આબ્બા, બાપ" મેં તને કહ્યો, તુજ પર જીવની આશા છે;
તોફાન છૂટે, વાદળાં ગાજે, સહુથી મારું હિત થાશે.
માણસ મને પીડિત કરે, તરત તારે શરણે જાઉં;
આ લોકે મુજ દુ:ખો વધે, સ્વર્ગે ખૂબ વિસામો લઉં.
ઉદાસીથી નહિ પીડાઉં જ્યાં લગ તારી પ્રીતિ રહે;
ઉમંગથી હું ના હરખાઉં, જો તું ના હો મુજ સાથે.
હે મુજ આત્મા, લે તુજ તારણ, ચિંતા, ભય, ને પાપ વિદાર;
દુ:ખ ખમીને ધીરજ રાખજે, તારો ધર્મ આગ્રહથી ધાર.
કેવો આત્મા તુંમાં વસે, કેવા બાપની પ્રીતિ છે,
કેવો ત્રાતા તને મળ્યો, રાખી યાદ તું કેમ રડે?
સ્વર્ગે જવા સજ્જ થઈને વિશ્વાસ ધરી પ્રાર્થના કર;
તે સનાતન સુખ પામવાને કૃપા આપશે તુજ ઈશ્વર,
પૃથ્વી પર આ તારી જિંદગી કેવળ થોડી મુદત છે,
આકાશે તુજ આશા ફળશે, તારા તારનારને જોશે.