273

From Bhajan Sangrah
Revision as of 00:25, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૭૩ - સંપૂર્ણ તારણ == {| |+૨૭૩ - સંપૂર્ણ તારણ |- | |૭ સ્વરો |- | |"I am coming to the Cross" |- | |Tune...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૭૩ - સંપૂર્ણ તારણ

૨૭૩ - સંપૂર્ણ તારણ
૭ સ્વરો
"I am coming to the Cross"
Tune: S. S. 54
કર્તા: ડબ્લ્યુ. મેકડોનાલ્ડ
અનુ. : ટી. ફ્રાન્સિસ
વધસ્તંભ પાસ આવું છું, નિર્ધન, નિર્બળ, આંધળો છું;
મુજ સૌ ધૂળ જેવું ગણું, ખ્રિસ્તથી હું તારણ પામું.
ટેક: તારા પર છે મુજ ઈમાન, ઓ કાલવરીના હલવાન,
તુજ સ્તંભ પાસે નમું છું, તારા મને, પ્રભુ ઈસુ.
ક્યારનું મન હતું ખેદિત, પાપે ક્યારનું રાજ કીધું !
ઈસુ પ્રેમથી કે'ખચીત: "હું પાપથી શદ્ધ કરુમ્ છું."
તને આપું છું હમણાં મિત્રો, વખત ને મુજ ધન;
તન, મન તારી સેવામાં, પ્રભુ, કરું છું અર્પણ.
તુજ પર છે મારો વિશ્વાસ, તુજ રક્તથી શુદ્ધ થયો છું;
ઈચ્છા મારી તજી ખાસ, ખ્રિસ્ત સાથે સ્તંભ પર મરું.
મનમાં આવે છે ઈસુ, પ્રેમમાં કરે છે પૂરો;
નીરોગી હું થયો છું, શુદ્ધ હલવાનને જય જય હો !