272

From Bhajan Sangrah
Revision as of 00:23, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૭૨ - જેવો છું તેવો જ == {| |+૨૭૨ - જેવો છું તેવો જ |- | |૮ સ્વરો |- | |"Just as I am without one p...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૭૨ - જેવો છું તેવો જ

૨૭૨ - જેવો છું તેવો જ
૮ સ્વરો
"Just as I am without one pleu"
Tune: Woodworth
કર્તા: શાલાઁટ એલીઅટ,
૧૭૮૯-૧૮૭૧
અનુ. : યૂસફ ધનજીભાઈ
હું છું તેવો જ, હક વિના આજ,
પણ વહેવાડયું તુજ રક્ત મુજ કાજ,
ને મુજને તેડે તુજ અવાજ,
દેવના હલવાન, હું આવું છું !
હું છું તેવો જ, થોભુ નહી,
જાતે મુજ ડાઘ ધોવા ચહી,
તુજ રક્ત સૌ ડાઘ કાઢશે સહી
દેવના હલવાન, હું આવું છું !
હું છું તેવો જ, અસ્થિર ને દૂર,
ને મનમાં યુદ્ધ, શંકા ભરપૂર,
લ બહારની બીક, ને આગ જે ઉર,
દેવના હલવાન, હું આવું છું !
હું છું તેવો જ, અંધ ને લાચાર,
દષ્ટિ, ધન ને મનનો ઉદ્ધાર,
જે જોઈને તે તુજમાં મળનાર,
દેવના હલવાન, હું આવું છું !
હું છું તેવો જ, કર અંગીકાર,
કર ક્ષમા, શુદ્ધ, છૂતકો ને તાર,
છે તુજ વચન પર મુજ આધાર,
દેવના હલવાન, હું આવું છું !
હું છું તેવો જ, તુજ પ્રીત ન્યારી,
મુજ બંધન સૌ તોડયાં ભારે,
તારો જ થવા ઈચ્છા મારી,
દેવના હલવાન, હું આવું છું !