૨૭૨ - જેવો છું તેવો જ

૨૭૨ - જેવો છું તેવો જ
૮ સ્વરો
"Just as I am without one plea"
Tune: Woodworth
કર્તા: શાલાઁટ એલીઅટ,
૧૭૮૯-૧૮૭૧
અનુ. : યૂસફ ધનજીભાઈ
હું છું તેવો જ, હક વિના આજ,
પણ વહેવાડયું તુજ રક્ત મુજ કાજ,
ને મુજને તેડે તુજ અવાજ,
દેવના હલવાન, હું આવું છું !
હું છું તેવો જ, થોભુ નહી,
જાતે મુજ ડાઘ ધોવા ચહી,
તુજ રક્ત સૌ ડાઘ કાઢશે સહી
દેવના હલવાન, હું આવું છું !
હું છું તેવો જ, અસ્થિર ને દૂર,
ને મનમાં યુદ્ધ, શંકા ભરપૂર,
લઈ બહારની બીક, ને આગ જે ઉર,
દેવના હલવાન, હું આવું છું !
હું છું તેવો જ, અંધ ને લાચાર,
દષ્ટિ, ધન ને મનનો ઉદ્ધાર,
જે જોઈને તે તુજમાં મળનાર,
દેવના હલવાન, હું આવું છું !
હું છું તેવો જ, કર અંગીકાર,
કર ક્ષમા, શુદ્ધ, છૂટકો ને તાર,
છે તુજ વચન પર મુજ આધાર,
દેવના હલવાન, હું આવું છું !
હું છું તેવો જ, તુજ પ્રીત ન્યારી,
મુજ બંધન સૌ તોડયાં ભારી,
તારો જ થવા ઈચ્છા મારી,
દેવના હલવાન, હું આવું છું !

Phonetic English

272 - Jevo Choo Tevo Ja
8 Swaro
"Just as I am without one plea"
Tune: Woodworth
Kartaa: Charlotte Elliot,
1789-1871
Anu. : Yusaf Dhanajeebhaai
1 Hoo choo tevoj, hak vinaa aaj,
Pan vahevaadyu tujh rakt mujh kaaj,
Ne mujane tede tujh avaaj,
Devana halavaan, hoo aavu choo !
2 Hoo choo tevoj, thobhu nahi,
Jaate mujh daagh dhova chahi,
Tujh rakt sau daagh kaadhashe sahi
Devana halavaan, hoon aavu choo !
3 Hoon choo tevoj, asthir ne door,
Ne manama yuddh, shanka bharpoor,
Lai bahaarni bik, ne aag je ur,
Devana halavaan, hoon aavu choo !
4 Hoon choo tevoj, andh ne lachaar,
Dashti, dhan ne manano uddhaar,
Je joine te tujama mahdanaar,
Devana halavaan, hoon aavu choo !
5 Hoon choo tevoj, kar angikaar,
Kar kshamaa, shuddh, chootako ne taar,
Che tujh vachan par mujh aadhaar,
Devana halavaan, hoon aavu choo !
6 Hoon choo tevoj, tujh preet nyaari,
Mujh bandhan sau todaya bhaare,
Taaro ja thava ichchha maari,
Devana halavaan, hoon aavu choo !

Image

 

Media - Hymn Tune : Woodworth


Media - Hymn Tune : Woodworth - Sung By C.Vanveer